મજેદાર વાતોથી મહેફિલ સજાઓ,
તમારી કમી છે, હવે તો પધારો.
સફળ જો થવું છે, સદા જૂઠ બોલો,
જમાનો કહે : એમ જીવન બનાવો.
નહીં હાથ લાગે, કદી ચાંદ સૂરજ,
તમે આમ નાહક સમય ના બગાડો.
મળે ભાળ સાચી, ઘટે કોઇ ઘટના,
સફરમાં હવે સાથે ‘ આધાર’ રાખો.
વતનની આ માટી છે તનમાં સલામત,
મહોબ્બત નિરખવું છે? લોહી તપાસો.
જનમ્યા, વસાવ્યું, મળ્યા આપણે સૌ,
હવે દોસ્ત! કાંધેથી કાંધે જવાદો.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply