વુમન્સ ડે નિમિતે મારી જિંદગીની 2 મહાનતમ વુમન્સની વંદના(માતા અને પત્ની)…’દીકરી’ નથી,વાંઝીયો છું,પણ ‘પુત્ર થી વધુ’ આવશે,ત્યારે એ ભાવિ દીકરીઓ વિશે ત્યારે લખીશ,શ્વાસનું બેલેન્સ વધ્યું હશે તો
આજે મા અને પત્ની પર
આજે,કાલે,રોજ…મધર્સ ડે…
મા…
મા એટલે હરદેવી
દરેક દેવી જેમાં આવી જાય..હરદેવી મા
મા વિશે શું લખવું?
લખી શકાય ખરું?
લખવું જોઈએ ખરુ?
(કારણ કે ‘અહૈતુકી,આજીવન, મૃત્યુ પર્યંત પણ જેની મમતા વરસતી રહે ,એવું બારેમાસી ચોમાસા ને આખું વિશ્વ ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ આજીવન લ્યે જ છે.. એ તો મા છે,એટલે કરે જ ન,કરવી જોઈએ જ નેે..એમાં શું નવી નવાઈ)
મા ની હયાતીમાં ઋણસ્વીકાર ચુકતાં, ચુકી ગયેલાં સૌ માટે …
દરેક મા માટે પણ(કારણ કે એને પણ માં તો હોવાની જ)…
જે વળતર નથી માંગતા એ માવતર માટે..
લાગણી નો અક્ષરદેહ
મા એટલે મા એટલે મા છે
મા એટલે મા એટલે મા છે.
અનુપમ,અવિરત,અવિનાશી આ છે.
મા એટલે મા એટલે મા છે.
હાં,
આ મારી મા છે.
એની ક્યાં કોઈ દિ ના છે,
હા, એ મા છે.
હા, એટલે જ એ મા છે
જેવી હોય સૌની,
એવી જ આ છે.
બાપનાં અનેક પ્રકાર-સ્વભાવ,
મા તો ,સૌની સરખી,મા છે.
સવારે ઉઠતાં,રાત્રે સૂતાં
બસ બાળકોની રાહ છે.
જગ આખું ધિક્કારે ત્યારે ને તો ય,
સંતાન માટે એનાં મુખે સદૈવ વાહ છે.
કલ્પવૃક્ષ પાસે તો માંગવું પડે,
મા નાં ખોળે ‘જગ વૈભવ’ ની
હંમેશની હા છે.
મા એટલે મા એટલે મા છે
દેહ માં થી દેહ આપી પ્રગટાવતી તું,
હાંફી ને આવીએ ત્યારે હૂંફ આપતી તું,
ઘરે ઘરે બિરાજતી પ્રભુ નો અવતાર તું,
મા હોય ત્યારે
યમરાજ ને પણ પ્રવેશની ના છે.
મા એટલે મા એટલે મા છે
પત્ની,પિતા,બાળકો,બંધુ-ભગિની-મિત્ર-ગુરુ-દેવ,
આ બધાને વટતી,
સર્વોપરી સેવક,એ આ છે.
હા, એ મા છે.
મા એટલે મા એટલે મા છે
નબળું બાળક વધું ગમે,
એને ક્યાં કોઈ વહેવારીક પરવા છે.
એટલે જ
મા એટલે મા એટલે મા છે
તું દેવી,તારું નામ જ હરદેવી,
તારાં પાલવ માં દુઃખો સૌ સ્વાહા છે.
મા એટલે મા એટલે મા છે
તમે એકલાં ક્યારેય નહીં હો જગ મહીં,
જો તમારી પાસ હો મા હયાત,
કે દિવંગતની પ્રતિમા છે.
હાં,
આ મારી મા છે.
હા, એ તમારી મા છે.
એની ક્યાં કોઈ દિ ના છે,
હાં, એટલે જ એ ‘મા’ છે.
હાં, આ મા છે.
‘હેતુ વિનાનાં હેત’ એ ‘આ’ છે.
મા એટલે મા એટલે મા છે.
~ મિત્તલ ખેતાણી
(કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માં થી)
Leave a Reply