હાલ ને પાછો કાંઈ એવો ઝોલ કરીએ
મસ્ત પાસ્ટને ફરી પાછો સ્ક્રોલ કરીએ
જે વાગ્યાં તાં તન-મનમાં પ્રથમ મિલને
સાથે મળી ફરી ચાલ એ ઢોલ બનીએ
તું જ બધી મોસમ મારી છો ને હું તારી
વિન્ટર,સમર,મોનસૂન ફરી ફોલ બનીએ
ભૂલ ભૂલી સારી યાદો જ યાદ રાખીએ
રોંગનંબર છોડી સાચો ફરી કોલ કરીએ
દિલ વચ્ચેની દીવાલોએ બુલડોઝર ફેરવી
આલિંગન કરી ફરતી ટાઈટ વોલ બનીએ
બચેલાં શ્વાસો મારે લખવાં છે તારાં નામે
બ્રેકઅપને નવી શરૂઆતનો કોલ દઈએ
આવતાં જન્મે બાકી વિવાદ કરીશું સોલ્વ
સપનાંની લાંચે વાસ્તવરથનો ટોલ ભરીએ
~ મિત્તલ ખેતાણી
Leave a Reply