જિંદગીથી ભાગવું છે તો સુઈ જાઓ
અયાચકથી માંગવું છે તો સુઈ જાઓ
આ વાસ્તવ મારી નાંખશે વાસ્તવિકતાથી
સપનાઓ! જીવવું છે તો સુઈ જાઓ
આ પ્રેમ,આ વફા,આ દોસ્તી છે માત્ર વાતો
આ સૌથી ભાગવું છે તો સુઈ જાઓ
તો જ પામશો પાસાં,ખોળિયું ને ભાગ્ય નવું
ઘૃતસભાએ ફરી રમવું છે તો સુઈ જાઓ
પોપચાં બીડવાંની ઘટનાને સમજે સૌ ધર્મ
ગાડરિયાંમાં તણાવું છે તો સુઈ જાઓ
‘સુઓ,સુવા દો’ છે કળિયુગી સફળતા મંત્ર
જગભોગોમાં જાગવું છે તો સુઈ જાઓ
~ મિત્તલ ખેતાણી
Leave a Reply