ક્યારેક જોરદાર વરસી જાય
ક્યારેક ભારોભાર તરસી જાય
પ્રેમ મારો છે સાવ મેઘ જેવો
ગરજે ને પાછો ફસકી જાય
પારો છે પ્રેમ ને હું છું હાથ
પકડવાં જાઉં ત્યાં ફસકી જાય
કામધેનુ છો તું એ સાચું પણ
વારેવારે પ્રેમ કાં વસુકી જાય
પથર બનું હું કાન્હાનાં હાથનો
પ્રેમનેય કહો એ ય મટુકી થાય
પ્રેમનો માર્ગ જ એવો લપસણો
પગ ના મુકું તોય લપસી જાય
ઓગાળું જાત પણ શર્ત એટલી
એને કહો એ જાદૂ જપ્પી થાય
તું મારો કે હું તારો એ છે વિવાદ
કયામતે જ હવે એ નક્કી થાય
~ મિત્તલ ખેતાણી
Leave a Reply