ક્યારેક એકલતામાં થાય કે તમને સંભાળું,
તો કદીક સામસામે બેસી તમને સંભળાવું.
ને છુટા પડ્યાની એ વેળા યાદ આવી જાય,
મનને ફરી પાછી પીડા આપી શું કેમ રડાવું.
ઢંકાઈ ગયા જે અંગારા રાખના ઢગલાં નીચે,
ફૂંકી યાદોની ફૂંકણી ઠરેલી રાખ નાં ઉડાવું.
બહુ લાગે જો કહેવા જેવું અંતરના ઊંડાણેથી
શબ્દોને તાળા દઈ સઘળું આંખોથી જણાવું.
નાં બતાવું લાગણી, તો કહેતા નહિ પથ્થર છું,
જગથી છુપાવી પડે જે વાત, શું કામ જતાવું.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply