કૂવામાં છે એને હવાડામાં લાવો,
હ્રદયનો ખજાનો કદી તો લુટાવો.
વનોમાં ભલે વસ્તીઓને વસાવો,
ન ત્યાં રાજકારણની શમ્મા જલાવો.
કદી પંખીઓની મુલાકાત કરજો,
પછી જિંદગી એવી જીવી બતાવો.
હથેળીમાં તારાઓ દેખાડવાને,
હું આવીશ તમે મંચ-મંડપ સજાવો.
ગઝલ ના લખે, પણ સમજવાને ખાતર,
અમારો છે સહકાર , બેટી પઢાવો.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply