કૃષ્ણ વિના કેમ રાધા રે, તો રાધા વિના કેમ કૃષ્ણ રે
આજ રીસાઇ રાધા કઈ બોલે નહિ, હસી ખોવાઈ લાલા ની જડે નહિ
એના જીવન માં સંગીત નહિ, એની વાંસલડી મહી ઘુન નહિ
એના બાવરા સૂર બોલે રાધે રાધે…
કાને રાત ભર વાંસળી વગાડ્યા કરી, સુર રાધા વિના નવું બોલે નહિ
ભરી આઠો દિશા બસ રાઘા નામે, રાઘા રાની વિના કસે આરો નહિ
એના બાવરા સૂર બોલે રાધે રાધે…
વિના બંધન બંધાયો આ રાધેસ્વામી, એને રાધા વિના કઈ ચાલે નહિ .
એની મોરલીનાં સૂર બહુ હેવાયા થાય, વિના રાધે એ કોઈ રાગ જાણે નહિ.
એના બાવરા સૂર બોલે રાધે રાધે…
તેના શ્વાસે શ્વાસમાં રાસલીલા હર રૂપ સંગે એક રાધા રાધા.
એક લટકાળી રાઘા ને નખરાળો કાન, આ જોડને બીજો કોઈ તોડે નહિ.
એના બાવરા સૂર બોલે રાધે રાધે….
જકડાય જસોદા જાયો એકજ બંઘે, બાકી કાલીનાગ થી બંધાયો નહિ.
જો માગે “ઓધવજી” મોરપિચ્છ ને, હવે ગોકુળમાં મોરલી રેલાશે કે નહિ?
એના બાવરા સૂર બોલે રાધે રાધે…
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply