છે કોઈ દુઃખિયા નો બેલી ?
હવે કોણ ગાશે હેલી ?,
દુઃખડા હરવા કોણ આવશે?;
કૃષ્ણ જેમ દોટ મેલી.
ભાજી તાંદળીયાની, મીઠા બોર,
હવે કેમ આવશે માખણ ચોર?
ખેલ ખાંડણીયે ખેલી,
કૃષ્ણ જેમ દોટ મેલી.
ભરી સભામાં પૂરતો ચિર.
ક્યારેક ધિર, ક્યારેક ગંભીર,
ગોપીઓ ને કરતો ઘેલી,
કૃષ્ણ જેમ દોટ મેલી.
_ મુકેશ રાઠોડ “મન”
Leave a Reply