હવે ભૂલવાની કોશિશે સહજ કેમ થાય,
યાદોમાં જ્યાં શ્વાસનો જ અતિરેક થાય,
રમખાણ, વાખાણમાં હવે જીવ્યા કરું છું,
કદાચ મણસાઈનો ક્યાંક તો વિવેક થાય,
જરૂરી નથી માણસ માણસ જ રહી જાય,
સંજોગ મુજબ જાનવર પણ ક્યારેક થાય,
પ્રેમ સંદેશ ફેલાવવા જે પાગલ ફર્યા કરે છે,
આશા રાખું છું, પાગલ પણ હવે દરેક થાય,
જીવી રહ્યા છે જો માલિક બનીને પ્રેમીઓ,
સમજાઇ જાય પ્રેમ તો ચોક્કસ સેવક થાય,
કોણ ફર્યા કરે હવે આ પ્રસંગો સમજાવવા,
કઈક તો કર એવું, આપણો પ્રેમ પ્રેરક થાય,
~ સુલતાન સિંહ ‘જીવન’
Leave a Reply