કોઈનાં મર્યે કોઈ કંઈ મરે એમ નથી
બહાર શોધવાથી કંઇ મળે એમ નથી
અંદર શોધ્યા વિના કંઈ જડે એમ નથી
જેઓ ઢળી નથી શકતાં ઢાળ મુજબ
દાળ એની કળિયુગે કંઇ ગળે એમ નથી
માને સૌ એમ કે ધરવું પડે કૈંક નિર્મોહીને
માનતા એમ ને એમ કંઇ ફળે એમ નથી
દોસ્તી, પ્રેમ, વફા એ શબ્દો છે શબ્દકોષમાં
જીવન એનાં અર્થો કંઈ સમજે એમ નથી
ઝાકળ જ કરે છે જવાબદારીનો ફુંવારો
એ વિના રાતની નીંદ કંઇ ઉઘડે એમ નથી
તુરંત શોધવાં, સ્વીકારવાં મંડે છે વિકલ્પો
કોઈનાં મર્યે કોઈ કંઈ મરે એમ નથી
~ મિત્તલ ખેતાણી
Leave a Reply