ઓ માણસ આ રસ્તો તું કદી માપી નહિ શકે,
આટલું અંતર ઝડપથી હવે તું કાપી નહિ શકે,
પાડ માન જે કાંઈ પણ, ઈશ્વરે તને આપ્યું છે,
બદલામાં કઇ પણ પાછું એને આપી નહી શકે,
માણસથી જ બળતરા માણસને હવે છોડી દે,
બળતરામાં કોઈ થથરતા હાથ તાપી નહિ શકે,
જોડાઈ જશે, એક વાર એમની સાથે સંવાદો,
કોઈ તાકાત ઋણાનુંબંધ પછી કાપી નહિ શકે,
એક વાર પ્રેમ સૃષ્ટિના સુરમાં જો ભળી ગયો,
કોઈ જ નવો રાગ, પછી એ અલાપી નહિ શકે,
~ સુલતાન સિંહ ‘જીવન’
Leave a Reply