દિવસોથી સતત ચાલતી હેલી વચમાંય,
અંતરનો એક અવાવરું ખૂણો,
હજુય કોરોધાક્કોર છે.
બારીઓ બધીજ ખુલ્લી છે છતાં,
મહી શૂન્યાવકાશ યથાવત છે.
બહારથી સેંકડો પ્રતિબિંબો
મહી ધસી આવવા કોશીસ કરે,
છતાય એ લીસ્સો અરીસો અકબંધ છે.
ફૂલોથી મહેકતાં બગીચાની વચ્ચોવચ,
કોક જૂની ઝંખનાની કુખે જન્મેલી
સુકાએલા ફૂલની અધમરી ખુશ્બુ,
અંનતની ક્ષિતિજને આંબવા તત્પર છે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply