એક ગોખમાં, બે જીવ કરે ઉડા ઉડ
બે અબોલની સાથમાં કેટલી દોડા દોડ,
એક એક તલખણાં જોડવા ભાગા ભાગ
છેવટ રચાયો મજાનો માળો એકા એક
દેખાયા ચાર મોતી જોડા જોડ.
બારણાની તિરાડ માંથી દેખાઈ હલચલ
ઊંડી બખોલમાં ઉભરી તીણી ચીસા ચીસ
ઠુઠવાઈ ગયેલી હવાએ કીધી દોટમ દોટ,
એક એક દાણે ભરાતા રહ્યા નવતર જીવ
થાક્યો નર છેવટ જોઈ રોજની ભાગ દોડ
ખલ્લા આકાશે વિચરવા કોઈની જોડા જોડ.
ચોંકી ! જનેતર એક પળ આકળ વિકળ
ભૂલી સઘળું, ફરી શરૂ દાણાની હેર ફેર
હાશ !છેવટ બચ્ચા છે ઉડવાને હેમ ખેમ
હવે આતુર સહુ છોડી માળો જાવા દુર દુર
એક સવાર …
માળા ના ખૂણે ઢળેલી એકલ એક માં.
સંબંધો કેવા સાવ કાચા પાયા.
~ રેખા પટેલ ‘વિનોદિની’
( મારું લખેલ પ્રથમ અછાંદસ – ઓક્ટોબર ૨૦૧૨ )
Leave a Reply