જોઈએ શું બીજું જિંદગીમાં?
ખોબો આંસુ, સરકતાં ડૂસકાં ને ચપટીક પ્રેમ
મૂંઝાવ છો શું?,છે ને મા નો ખોળો હાથવગો
નથી?, તો રોજો, જો જો ને, ભીંજાશે કેવી ફ્રેમ
પહેલી નજરનો કે પહેલો, એ જ સાચો
વ્યક્તિ કે વાતે બદલે એ વહેમ, નહિ પ્રેમ
ઓઢણી એની ઉડીને વળગી ગઈ જાતને
કાઢવામાં ચિરાય સાત સ્તર ચામડી કેમ?
પાછી એને કરવી છે ફક્ત દોસ્તી
ખોતરું જખ્મો, નહી તો નાખશે એ મીઠું કેમ?
છે પ્રેમ, આંસુ ને પીડા જ ભરતી એની
બારે મેઘ ખાંગા, તોય ક્યાં છલકાય વિરહનાં ડેમ
જોઈએ શું બીજું જિંદગી માં?
ખોબો આંસુ, સરકતાં ડૂસકાં ને ચપટીક પ્રેમ
~ મિત્તલ ખેતાણી
Leave a Reply