ખુબ ઊંડે ખોતરવા પડે, ક્યાં ટેલેબલ હોય છે પુરુષો
વ્હાટસઅપ પર જ નહિં, કાયમી અવેલેબલ હોય છે પુરૂષો
માપવા ને પામવા છે બહું વહરાં
જીવન કોર્ટમાં નોન બેલેબલ હોય છે પુરુષો
કુબેરેય લોન લેવી પડે ખરીદવાં
તીણા અવાજે ફ્રી માં તત્પર, સેલેબલ હોય છે પુરુષો
જીદ, ઈગો, મનોબળનો પર્યાય પુરુષો
દીકરી ને વળાંવતા થાય ફમ્બલ પુરુષો
કુટુંબ માટે જાતને ય ગીરવે મૂકે
પોતાની આવરદાને ય કરે હોસ્ટાઈલ પુરુષો
દિકરાંની સદેખાઈ કરે,ધોકાવે ને પછી
લોહીનો આંસુભીનો રૂમાલ પુરુષો
ભલે ને ઝાવાં નાંખે ગામ આખાંમાં
પત્નીના ટેરવે ‘ઇન્ડિયન આઈડોલ’ પુરુષો
~ મિત્તલ ખેતાણી
Leave a Reply