કર્મ કદી કોઈને મુકતું નથી
સરનામું કદી ભૂલતું નથી
આ જન્મનો આ ભવે જ
હિસાબ કદી ચૂકતું નથી
હોય છે મૂઢમાર એનો સદા
નિશાન કદી છોડતું નથી
આવે છે ચોરપગલે હંમેશા
અગાઉ કદી બોલતું નથી
રાજા કે રંક બંને છે સમાન
ત્યાં કદી કોઈનું ચાલતું નથી
પ્રભુને છેદાવું પડે બાણોથી
વનવાસ દેતાં અચકાતું નથી
કર્મ હોય જેનું સારું ને સાચું
એનું કદી કાંઈ અટકતું નથી
~ મિત્તલ ખેતાણી
Leave a Reply