કલંદર પેટ ખોલીને કહે તો !,
જગતનુ ભાન આવે,જો સુણે તો.
અસર પત્થરને ધારી થૈ શકે છે,
અભિનય આખ રડવાનુ કરે તો.
સ્વપનથી એટલી છે તીવ્રતા તો,
પછી શું થાય સામે તુ મળે તો.
નજર જ્યાં જ્યાં પડે દેખાય પીળુ,
અગર બિમાર જો આખે રહે તો.
હિમાલય જેવડો બનતાં ડરૂ છું,
મને પૂજ્યા પછી દુનિયા હસે તો.
તુ ભીતર ઝાખ’સિદ્દીક’દિલને મારા,
પસંદ કરજે પછી તુજને ગમે તો.
~ સિદ્દીક ભરૂચી
કલંદર-નિખાલસ માયા વગરનો સાચો સાધુ, સંત.
Leave a Reply