જો માવજત કરાય તો ઈન્સાન થઇ શકે,
પથ્થરમાં જ્ઞાન હોય તો સન્માન થઇ શકે.
એમાં પ્રથમ પંક્તિના હીરા થતા મુરખ,
“જો કે, ઈલાજ થાય તો સંતાન થઇ શકે.”
આનંદ કે ખુશીનો ભલે પર્વ હોય પણ,
ધડકન રહે છે શ્હેરને, તોફાન થઇ શકે.
જયારે, ઉલેચવાનું અગર કામ તુ કરે,
સાધુની એ જ રીતથી ધનવાન થઇ શકે.
ગઝલો લખો, ને ટાંટિયા દાબો શરાબથી,
જાહેરમાં તમારૂંયે સન્માન થઇ શકે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply