જો કદીક
જો કદીક જાણવા મળે
આ જીવન ટુકું છે તો ?
રાત ઓછી ને વેશ ઝાઝાં જડે
ક્યાંથી શરુકરવું,ક્યાં અટકવું,
બધું એ વિચારવું અઘરું બને.
છેવટે બધું છોડવાનું,
આ સઘળું તોડવાનું છે.
બધું એ જ્ઞાન પુસ્તકીયું પડે.
કેટકેટલું જોડવું
ક્યાંથી હવે છોડવું,
બધું એ વિચારવું બહુ નડે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply