જો આ ફૂલોને
જો આ ફૂલોને કોઈ ભાષા હોત તો,
તેની પાંદડીઓ ખરવાનું કારણ હોત
પવનને સરહદોનું બંધન હોત તો,
એના વાયરાને પણ નાતજાત હોત
જો આ સુરજ ને માપતોલ હોત તો,
ગરીબને આંગણ કાયમ અંધારું હોત
કાશ આંસુને કોઈ લીપી હોત તો,
એક એક ટીપાની અલગ કહાની હોત
આ માનવ મનને બેરોમીટર હોત તો,
લાગણીઓ વાંચવા સખી સમર્થ હોત
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply