જોને કેટ-કેટલી તો એ જીદ કરી બેઠી છે,
જાણે મને જ પ્રેમ અને પ્રીત કરી બેઠી છે,
હું ગરીબ એને આપી પણ શું શકવાનો…?
જે પોતે જ સર્વસ્વ એનું મને ધરી બેઠી છે,
જગ્યા ન હતી, જરાય દિલના ઊંડાણમાં,
પ્રેમના પ્રવાહે છતાં એ સ્થાન કરી બેઠી છે,
ઇ મારી નથી, અને હું એનો પણ નથી જ,
જાણે છે છતાં હારવાની જીદ કરી બેઠી છે,
કદાચ ભેદ પ્રેમ અને આકર્ષણ સમજી હશે,
મુક્ત કરીને મને ખુદ એ જ બંધાઈ બેઠી છે,
ભવિષ્ય જીવવાના ઓરતાં સાથે જીવે છે,
બાંધી ભૂતકાળ વર્તમાન એ સાંધી બેઠી છે,
~ સુલતાન સિંહ ‘જીવન’
Leave a Reply