જે શોધું છુ મુજને ગમતો એ ભાગીદાર મળે
દરિયાદિલ થઇ સધળુ દે એવો જોડીદાર મળે
અવરિત ચાલે એવી મારી ખૂશીની સફરમા
આજીવન જેના ખંભે મારા સરનો ભાર મળે
શબ્દો કેરા સથવારા સાથે એવો પ્યાર મળે
છેડે જે દિલની તરજો એવો સાજીદાર મળે
જેની આંખોમા સૂરજ ચાદાં સમ બેજોડ હોય
આંખોમાં એની ચમકીલો મારો અણસાર મળે.
ઊગતી સાંજે ફેલાતાં શમણા જેવો સાથ ભળે
મારા દિલ પર શાસન કરતો એ સૂબેદાર મળે
મારા નાજોનખરાને હસતા હસતા જેલતો એ
સીધો સાદો પણ નરબંકો એવો દિલદાર મળે
-~ રેખા પટેલ ‘વિનોદિની’
ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા લગા
Leave a Reply