ન ભાવતાં ને તમે ખાસ નભાવો
સુતેલાં ઓરતાં હવે તો જગાવો
આ કાળક્રમમાં છેવટ મળ્યું શું?
જાતે જ તેનો હિસાબ કરાવો
કૌરવ વસ્યો છે અંદર મનમાં જ
કૃષ્ણ પાસે એનો તોડ કરાવો
લોહી પીવે છે જગ એકબીજાનું
તમેય મોઢે એ સ્વાદ ભવડાવો
કૈંક તો નશો હશે ભક્તિ, સેવામાં
તમેય એકાદો એ જામ લગાઓ
હસતાં મોંઢાને કહી જ દો ‘સ્ટેચ્યૂ’
જાતને જાતથી જાતે મૂર્ખ બનાવો
એ છે શ્રેષ્ઠ રસ્તો પ્રસિદ્ધ થવાનો
પોતે જ પોતાને બદનામ કરાવો
ખુલ્લી જગ્યા પર થાય છે દબાણ
અંતરનાં ઘા ગમે તેને ના બતાવો
જગ સ્વીકારે નહીં આચરણ વિના
પહેલાં તમે સમજી પછી સમજાવો
~ મિત્તલ ખેતાણી
Leave a Reply