જાગો …
જાગો એટલે શું ? સવાર થઇ ??
ના જાગો એટલે આજ સુધી જે તંદ્રાવસ્થામાં હતા તેમાંથી બહાર આવો ,
અજ્ઞાનની નિંદ્રા અને આળસની પથારીમાં હતા તેને છોડી બહાર નીકળો
સમય રહેતા જાગો …..
દિવસો વિતતા તમે મોટા નથી થતા પરેતુ જીંદગી નાની થાય છે
સમયની ગતિને જો તમે સાથ નહિ આપો તો સમય સાથે નહિ રહે
સમય વીતે છે જાગો …
ખુલ્લી આંખો જીવંત શરીર અને જાણીતા માર્ગ, વળી ડર કેવો?
શરીર વિનાના આત્માનો માર્ગ કઠીન હશે ઝઝુમવાની તૈયારી કરો
સમય ખૂટે છે જાગો ….
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply