ઈશ્વર તારે તાળું મારવું છે કે શું?
દિલોમાં સૌનાં ઘારું પાડવું છે કે શું?
યમરાજા હટતાં જ નથી દુનિયાથી
પાડાને શબોનું વાળું કરવું છે કે શું?
અમો જેવાં છીએ એવાં પણ તમારાં
તું માવતર, મોઢું કાળું કરવું છે કે શું?
ઘરે ઘરે અહીં મંડાણી છે મોંકાણ
જીવનને તારે છાનું પાડવું છે કે શું?
‘આટલી વાર લાગે’,સમજી ગયાં છી
મૂળ હોતું તારે ઝાડું મારવું છે કે શું?
કોરોના,તૌકતે બેશરમ હવે તો ભાગ
પડ્યાં પર તારે પાટું મારવું છે કે શું?
~ મિત્તલ ખેતાણી
Leave a Reply