સમય જવાબ દેતો હોય છે
ઈશ્વર બધું જ જોતો હોય છે
જે લઈ લેવાં મથતો હોય બધું
સરવાળે તે બધું ખોતો હોય છે
સમ ખાવાં પડે જેને સત્ય માટે
મહત્તમ તે જ ખોટો હોય છે
ગોવર્ધન ઉપડે શ્રદ્ધાની ટચલીએ
ઉપડતો નથી તે પરપોટો હોય છે
પ્રભુ મળે 33 કરોડ, એ ના મળે
મા નો જગમાં ના જોટો હોય છે
જે છીનવે તે રહે છેલ્લે નાનો જ
બીજાંને મોટાં કરે તે મોટો હોય છે
સાચવી રાખો સ્મશાન વૈરાગ્યને
નવો જન્મ જુનાને ના રોતો હોય છે
~ મિતલ ખેતાણી
Leave a Reply