સાસરિયે તો બસ અમથી જાય છે બેન
આંખોની ઉદાસીને ઘોળીને પી જાય છે બેન
કદી મા તો કદી સખી બનતી જાય છે બેન
અલ્યા એય શું મુંઝાયો છે ! બોલતો જરા !
હું બોલું એ પહેલાં જ સમજી જાય છે બેન
એને ચિડવું,ખિજવું ખુબ પજવું હું છતાંય
મને રાજી રાખવા સાથે રમતી જાય છે બેન
હર વાતમાં હું જિદ્ કરી એને કોસતો રહું
મને રિઝવવા હર વાર નમતી જાય છે બેન
ઘરનો માળો છોડીને પર ઘરને અજવાળે છે
આજ અદાથી ઘરને ગમતી જાય છે બેન
શ્વાસ,દલડું, મનડું,સઘળું એનુ પિયરમાં રહે
સાસરિયે તો બસ અમથી જાય છે બેન
~ મિત્તલ ખેતાણી
Leave a Reply