મારે ક્યાં લેશ જોઈએ છે.
શ્રેય નહીં શ્રેષ્ઠ જોઈએ છે.
જગ પુરસ્કારો અર્પણ જગને
પ્રભુ આવે લેવાં પ્રવેશ જોઈએ છે.
પ્રેમનું બ્રહાસ્ત્ર પ્રપંચ, પિશાચ સામે
પવિત્ર, શાંત આવેશ જોઈએ છે.
વસુધા કલ્યાણ માટે સામ,દામ અને
નારદનો દંડ, ભેદ, દ્વેષ જોઈએ છે.
સ્વીકારે, સાંભળે બૌધ્ધિકો એ માટે
મહામૂર્ખ નો પહેરવેશ જોઈએ છે.
બનાવ ઇશ સુંગધ કે પારસી સાકર
અલોપ એવો સમાવેશ જોઈએ છે.
ભોગવવો છે ભોગ સર્વોત્તમ
વૈરાગ્ય નો વેશ જોઈએ છે.
~ મિત્તલ ખેતાણી
Leave a Reply