આ તે કેવા હું વહેમમાં છું,
મને તો હતું કે હું પ્રેમમાં છું,
હસી હસીને છતાં જીવું છું,
પ્રશ્નાર્થ સ્વરૂપે હું ‘કેમ’માં છું,
નથી જવાબ મારી પાસેય,
હાલ તો હજુ હેમ ખેમમાં છું,
આંખ બંધ કરીને વિશ્વાસ,
હું રાધા-કૃષ્ણની રહેમમાં છું,
બધુંય હોય છે, દેખાવ ખાતર,
આ તે પ્રેમની કેવી નેમમાં છું,
વાદળ સ્વરૂપે પાણી સ્વરૂપે,
બસ એવી રીતે હું ગેમમાં છું,
અરે હા, ચિંતા ન કરો ‘જીવન’,
ન હું અસ્તિત્વ જેમ તેમમાં છું,
~ સુલતાન સિંહ ‘જીવન’
Leave a Reply