હું ક્યાં રેસનો માણસ છું
હું તો ટેસનો માણસ છું
સિસ્ટમ ભલે ફોલો કરતું જગ
હું તો ઝુંબેશનો માણસ છું
સરવાળા કરતાં સ્વાર્થ યુગમાં
શૂન્ય અને શેષનો માણસ છું
વાઘાં, મુગટ સૌ પડ્યાં રહેવાનાં
કફની પહેરવેશનો માણસ છું
કરુણા જ જીવનને મરણમૂડી
સત્ય, પ્રેમનાં દેશનો માણસ છું
સમજીને, હસીને ખાઉં છું દગો
વનવાસનાં વેશનો માણસ છું
કાયા નહીં કાર્યો રૂપે જીવીશ
ચક્રવ્યૂહે પ્રવેશનો માણસ છું
~ મિત્તલ ખેતાણી
Leave a Reply