હું છું અફાટ રણ…
ના હીરા મોતીની જરૂર મુજને,
ભરબપોરે અમસ્તુય હું ચમકી ઉઠું છું,
ના નદી નાળાની જરૂર મુજને,
મૃગજળના આભાસે હું છલકી ઉઠું છું
.. હું છું અફાટ રણ…
ના ફૂલોના શોખ કાયમ મુજને,
કાટાળાં થોરે ચોમેર હું સજી ઉઠું છું,
ના હાથી ઘોડાની સાહ્યબી મુજને,
વાંકાળા ઊટડે હું ધમધમી ઉઠું છું
.. હું છું અફાટ રણ…
ના મહેલો બંગલાની આદત મુજને,
પથ્થરિયા રહેઠાણે હું શ્વસી ઉઠું છું,
ના લાલી પાવડરના ચસકા મુજને,
તારા છુંદણાના શણગારે શોભી ઉઠું છું
.. હું છું અફાટ રણ…
ના વસંતના પાનખરનો ડર મુજને
વંટોળિયાના વલયે ઘૂમી ઉઠું છું,
ના મળે સ્વજનો કેરી હૂફ મુજને
દિવસે તપું રાતે હાથે કરી ઠરી ઉઠું છું
.. હું છું અફાટ રણ…
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply