હોય પથ્થર તો ય હાથવગો ઈશ્વર જોઈએ
અશ્વથામાને હણવાં એકાદ યુધિષ્ઠિર જોઇએ
ચોરી લ્યે કાળમુખાં દિ’ નાં ભાંગેલ શમણાં
નિંદ્રા નામનો રાત્રે સૌને તસ્કર જોઈએ
એક બહાનું,એક આશા ને એક ભ્રમ
કાફી છે, બીજું ક્યાં જીવવા નગર જોઈએ
ભલે ને અશ્રુઓ તારાં ખારાં ને શાહમૃગી
લાગવાં જોઈએ લાલ, ને તરબતર જોઈએ
બને સહેલો સત્ય,પ્રેમ,કરુણાનો મોક્ષ માર્ગ
હૈયે બસ એકમાત્ર ઈશ્વરનો ડર જોઈએ
સુદામા,શબરી,અહલ્યા ને કેટલાં દાખલાં
પુરશે તારાં ય, દ્રૌપદીનાં તાકાંના ચિર જોઈએ
ચારેય ધામ વસે છે એનાં જીવંત ચરણોમાં
મરેલાં માબાપને ક્યાં શ્રાદ્ધની ખીર જોઈએ
– મિત્તલ ખેતાણી
Leave a Reply