હોવા પર પડદો પાડીને
સૌ ને ગમતા થાવું…
મોટા થઇ ગુમાવ્યું શું એ હું જ મને સમજાવું…
આગળ વધવાના કરતબથી મ
નતો રોજ ઘવાતું
કાલ તો મારી છે ના
દાવાથી પાછું હરખાતું
અંતે હું ની પાછળ
હું ને રોજ પડે સંતાવું…
મોટા થઇ ગુમાવ્યું શું એ હું જ મને સમજાવું…
દરિયા, રણ ને જંગલ, વનના
જોઈ લઉં છું ફોટા
પણ ટહુકા, તડકા-છાંયાના
ક્યાંય મળ્યા ના જોટા
તાજામાજા ફૂલો નહિ પણ
સપના સૂકા વાવું…
મોટા થઇ ગુમાવ્યું શું એ હું જ મને સમજાવું…
સૌ ની નજરે પડવાના બસ,
પાઠ-પલાખા ગોખું
કહેવાતી આ સમજણથી હું
ખુદને કાયમ પોંખું
હું જ મને ના જાણું તોય
પાંચ મહી પૂછાવું…
મોટા થઇ ગુમાવ્યું શું એ હું જ મને સમજાવું…
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply