ભાગો પીડાઓ, ફગી જાઓ ફરીયાદ.
આવી પુગ્યો અમારો દોસ્ત વરસાદ.
ક્લબલ કરતી કુદરત નીતરી આખી
સાંભળ્યો માલિકે ધરા નો આંતરનાદ
સપનાં ફૂટ્યાં હૈયે તે હવે ઉગવાંનાં જ
નર નારી સ્વરૂપો સૌ માણશે ઉન્માદ
પ્રિયતમમાં ઓગળી જાઓ જલ્દીથી
વિરહને દઈ ગોળી, ઐક્યનો લૂંટો સ્વાદ
સર્જન ની આ પળો આવી પહોંચી છે
પધારો વરસો ઓ બ્રહ્માંડનાં સરતાજ
આવ વરસાદ, આવી જ જા તું વરસાદ
આજેને સદા વરસાવજે પ્રસાદ મેઘરાજ
~ મિત્તલ ખેતાણી
( કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માંથી )
Leave a Reply