જાણીને ય જે છેતરાય છે એને અસ્તિત્વ છેતરતું નથી
હરિ કૃપા ને હરી ઈચ્છા વિના તો પાંદડુ પણ હલતું નથી
જે માંગતો જ રહે છે ને સદા એને કદી પૂર્ણ મળતું નથી
રિક્ત સ્થાન તો ભરાઇ જાય છે આ ખોખોનાં ખેલમાં
કોઈ વગર નહીં જ ચાલે, એવું કશું કંઈ જ હોતું નથી
માનવી જ આથમી જાય છે આળસ,રાગ દ્વેષમાં વહેલો
સૂર્યતેજ તો સ્વધર્મ કર્યા પહેલાં કદી પણ આથમતું નથી
અહં,માલિકી,મોહ ને કામ સ્થૂળ-સૂક્ષ્મ રૂપે વધે જ છે
ઓગાળ્યા વિના કશું પણ ક્યાંય કદીય ઓગળતું નથી
છેતરનારાંનાં સરવૈયામાં જ હોય છે છેલ્લે નકરી ખોટ
જાણીને ય જે છેતરાય છે એને અસ્તિત્વ છેતરતું નથી
મૂર્ખ કરતાં પણ મૂર્ખ બનાવે તેનાંથી ચેતતાં રહેજો સદા
જયચંદત્વ દગો કરવાની એકેય તક ક્યારેય મૂકતું નથી
– મિત્તલ ખેતાણી
Leave a Reply