હૈયાં સરિસો રાખવો છે
મારે ભરોસો રાખવો છે
કોક દિ આવી ચઢશે રામ
હાથમાં હલેસો રાખવો છે
કોઈનાં વાંક કાઢતાં પૂર્વે
નજરે અરીસો રાખવો છે
સત્ય, પ્રેમ, કરુણાનો સુવાંગ
મારે વારસો રાખવો છે
પડકારવાં છે વેર, દ્વેષ, ઇર્ષાને
પ્રેમનો કારસો રાખવો છે
ક્રોધ, કામ, લોભ હણવાને
સંયમનો ફરસો રાખવો છે
સ્વયં થઈને જ જીવવું છે
મૌલિકતાનો જલસો રાખવો છે
પરસ્ત્રી, પરદ્રવ્ય, અણહક પ્રત્યે
આત્માનો ફડકો રાખવો છે
આપીશ સ્વયં બળીને પડછાયો
ભાગ્યને ભલે તડકો આપવો છે
દાન દઇશ તાંદુલ, ભાજી, બોરનું
ભગવાને ભલે કડકો રાખવો છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply