એ જળમાં ખીલ્યા તે પોયણા, ને
મારે આગણામાં મહોર્યા એ મોગરા …
લાગ્યા ચોતરે બેઠાં બહુ ઠાવકા, ને
ઓટલે ત્યાં નાચતા કુદતા એ છોકરા …
ઓલ્યા આભે ઉડયા તે પારેવા, ને
તળાવ મહી દોડતા તરતા એ માછેરા ..
લીલુડી વેલ’ને કડવા લાગ્યા કારેલા, ને
ઓલી કાંટાળી બોરડીને મીઠા એ બોરા ..
પાણીમાં ડૂબતા લે પથરા ગર્વીલા, ને
તો હલકા તરતા તહી ફૂલડાં એ જરા ..
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply