આ હૈયું હેલે ચડ્યું પણ ના લટકા કરશે કઈ
આ પ્રીત્યું કેરી ભરતી, ના ઉભરા કરશે કઈ
તૃણ તૃણ ભેગા કરી મનડે બાંધ્યો માળો
મસ્તીમાં મતવાલુ મન ના હેલે ચડશે કઈ
ચોપડે ચીતરર્યો મોરલો ના ટહુકા લેશે અહી
ના હોય તમે સાથમાં સમય ચટકા દેશે કઈ
બેશરમ થતી લાગણીઓ ને કેમે કાબુ રાખું
લજ્જાનું મોહરું ચડાવ્યું હવે ના દેખાશે કઈ
આકાશે સેજ સજાવી, વરસાદી વરસ્યા ફૂલ
કલમેં થઇ ટપકી યાદો તે ડૂસકાં ભરશે કઈ
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply