આવ્યો હતો હું શ્હેરમાં તહેવાર જોઈને.
લોકો સડક ઉપર હતા અખબાર જોઇને,
મારા ભણેલા બાળકો બગડી ગયા હવે,
તારા નગરના લોકના આચાર જોઈને.
નિકળી ગયા જો પ્રાણ તો એક જંગ થૈ’જશે,
આવ્યો વિચાર રાજાનો દરબાર જોઈને.
ઉગશે અનેક વૉટની બેંકો નવી નવી,
ઊભા છે ચાંદ લઈને આ વિસ્તાર જોઈને.
સંસ્થા બની ગયા પછી ધંધામાં ખોટ છે,
ક્યાં જાય છે ફકીર જુમેરાત જોઈને.
પાંણીની જેમ ચાળશે દુશ્મનની હર અદા,
એવું મનેય લાગે છે સરકાર જોઈને.
મુજને ફરીસ્તા લઈ ગયા ‘ સિદ્દીક’ સ્વર્ગમાં,
જગની આ માયાજાળથી લાચાર જોઈને.
~ સિદ્દીક ભરૂચી
જુમેરાત – ગુરૂવાર
Leave a Reply