ઘટાદાર વૃક્ષ,
જે સાંજ પડે ચહેકતું
એની શીળી ઝાયમાં
પ્રેમનું બીજ પનપતું.
આભે કડાકો થયો
ને વીજળી ખાબકી
નિર્દોષ એ,
ઝડપાઈ ગયું.
ધરાસાઈ થયું,
બધુજ ખાખ થયું.
આજ વર્ષો પછી
એ ઠુંઠા ઉપર
પંખી ચહેક્યું
ને,
આભેથી બુંદ ઝરી.
અચાનક
એને શું સુઝ્યું
કે
મૂળીયે થી ફણગો ફુટવા જગ્યા કરી …
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply