રહેવાં દેવી છે અડધી, આખી માંગવી નથી
ઘરવાળી મારે પૂરતી, સાળી માંગવી નથી
પૂજ્ય શબ્દો કે કળાનો નહીં કરું વ્યભિચાર
પુરસ્કાર, મંચની ભીખ કે; તાળી માંગવી નથી
કાં દે મને પૂરું ને કાં હાલતી નો થા તું ઈશ્વર
મામો હોય કે પછી મામી, કાણી માંગવી નથી
મુબારક મને તાંદુલ,ભાજી, એંઠા બોર મારાં
દુર્યોધનના છપ્પનભોગની, થાળી ભાંગવી નથી
કમાઈશ મહાલક્ષ્મી એ જે પરભવે પણ ચાલે
નોટબંધી થી થરથરતી, કમાણી માંગવી નથી
પારકાં તેજ ને ત્યજી સ્વયં બનીશ ચાંદલિયો
માંગીશ તો માંગીશ દીકરી, રાણી માંગવી નથી
પાંચમે પતતી હોય તો પધારજેે ત્રીજ કે ચોથે
છઠ્ઠ ની માનતા લેતી, જિંદગાની માંગવી નથી
~ મિત્તલ ખેતાણી
Leave a Reply