છુપાવ્યું અમે, એ ગઝલોમાં દેખાય જાય છે
ના કહેવાનું એમાય ઘણુંય કહેવાય જાય છે.
દબાવ્યું હતું ઉરમાં ઊંડે જે છેક નક્કો ભણી
પૂછ્યું તમે કેમ છો, સંધુય ઉલેચાય જાય છે.
લગાવ્યુ તાળુ ખંભાતી આ દિલ ના દ્વાર ઉપર
પગલાંની આહટમાં બંધન ખોરવાય જાય છે.
સમજાવ્યું સપનાને જરા રોકાય સવાર સુધી
હઠીલું જાગ્યા પહેલા જ સોસવાય જાય છે.
ઉંચકાવ્યું ભારે મનને કાયમ જુની યાદો વડે
એજ વીતેલા સમય તળે મન ચગદાય જાય છે.
~ રેખા પટેલ ‘વિનોદીની’
Leave a Reply