અનંત વિસ્તરતા જતા સમયના ખુલ્લા ગર્ભ માંથી
હું આવી ભરાયો માંના ગર્ભમાં .
ધેરો અંધકાર અને માથાડૂબ પાણીમાં તરતો હુ,
ચોતરફ શુન્યાવાકાસ .
માં જોડે બાંધેલો તાંતણો એ એકજ આસ
હું સલામત છું નો અહેસાસ .
એકલપંડી આરોટતા વીત્યા નવ માસ
અંધકાર થી અજવાળા તરફ નો મારો પ્રયાસ
આજ તાતણો જ બન્યો ગાળાની ફાંસ .
માં તારો એક પ્રહાર મને દેશે જીવન દાન
મને ત્યજતા માં તારી કારમી વેદનાભરી ચીસ
લે ! આવી પટકાયો અંધકાર માંથી અજવાસ ભણી
લોહી થી લાથબથ શાંતિ થી અશાંતિ તરફ …
હું પણ રડતો હતો છેલ્લો તાંતણો તોડીને
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply