કોના અહી લાગણીના આ લથપથ ટહુકા બોલે છે.?
જાણે પાનખરમાં વાંસંતી રાગપ્રચુર રણકા બોલે છે.
દોરા ધાગા કરીને પકડ્યા જુવો અંતર મહી એમને.
ને હવે મારી બાધાઆખડીના ચારેકોર ચર્ચા બોલે છે.
લાંબો દિવસ વિરહમાં ભલે એ વિરહિણી તપતી રહે.
શિશિરની કાળી રાતમાં રાતરાણીના ગજરા બોલે છે.
ચૂમી રહી હું આયનાને વળી વળીને સમજી તમને
ચહેરા અને આયના વચ્ચે મિલનના સપના બોલે છે
ઉલેચ્યો શ્વાસ અમે જિંદગી આખી એવા આશય થી
ક્યાંક વળગે જઈ એમને, સમજાવે કેવા હૈયા બોલે છે.
એકાંતનો મહિમા વધાર્યો છે ભરાઈ દિલની સરાઈમાં.
એક પછી એક મુલાકાતોના વારાફરતી પડઘા બોલે છે
વરસો જુના બંધનને ફોરમ ગણી હું ખીસ્સે ભરું.
ભીતર લગી છાપ છોડતા એ સુંગધી પગલા બોલે છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply