આગ,હવાઓ,શોર બધું સરકારી છે,
અખબારોને પણ એની બિમારી છે.
જેને ચાહું આંખો ફાડી નીરખે છે,
શંકા સૌને , ઈશ્ક હવે બાજારી છે.
શેરી, નાકે, રસ્તે, ચૌરે, જ્યાં ને ત્યાં,
જે નજરો બેઠી છે, સૌ વેપારી છે.
મુઠ્ઠી – માટીને કરડે છે સન્નાટો,
શ્વાંસો પર આ કેવો બોજો ભારી છે?
છોડી જવાનું , બુદ્ધિ છોને ભૂલી જાય,
તું ના સમજે,પણ મારી તૈયારી છે.
સેવા, શોભા ખાતર જેને જન્માવી,
જીભે જીભે ખંડિત મુર્તિ નારી છે.
‘સિદ્દીક’ હીરા પડ્યા છે આ વસ્તીમાં,
કિંમતી છે,પણ ક્યાં પાસા સંસ્કારી છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply