આંખના આ સંકેતો , જાગરણ કરાવી દે,
મૌનની આ ભાષા છે પથ્થરો નમાવી દે.
જીદ ઉપર ચડી જાયે હઠ અગર કરી બેસે,
એ સવાલ પૂછે તો દાસ્તાં બનાવી દે.
બોલવા જરા જૂઠું હું ઊડી ને આવું છું,
રક્ષકોને ખડકી દે ને નગર સજાવી દે.
રાહ કોણ જૂએ છે , આજ કાલ કાગળની,
ફોન કર કે , ટ્વિટ કર, હોય તે જણાવી દે.
એમ એક ડોશીમાં આંખથી કરે ધંધો,
ભલભલા સખત જનને ચપટીમાં રડાવી દે.
આ બયાનબાજી નૈ, જીત કામથી દિલને,
આ સમયની જનતા છે,ક્યારે નસ દબાવી દે.
એમ લોક શીખ્યા છે,જૂઠથી વખાણીને,
ભરબજારે સજ્જનની કિમતો ધટાવી દે.
જિંદગીની આ સડકો ,સાચવીને ઓ ‘સદ્દીક’,
અટપટી આ રાહોમાં આપને ભમાવી દે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply