હાઉં નો બસ ખાલી હાઉં હોય છે
ભય મૂકો તો જિંદગી વાઉ હોય છે
શ્રેષ્ઠ સમય આવતો જ નથી કદી
કરવાં જેવું બધું તો નાઉ હોય છે
એટલે દાન આપે છે મંદિરોમાં સૌ
મનમાં પ્રભુ પાસે લાવલાવ હોય છે
ઉમેરો સ્વેદનાં બીજ, શ્રમનું ખાતર
ધરતીમા તો બધે ઉપજાઉં હોય છે
દેશે જન્મ ને પોતાનું આખુંય જીવન
સૌ માવતર ભોળા સાવ હોય છે
દિલ લાગ્યું જ્યાં તેણેજ દિલ તોડ્યું
દિલની કાયમ આવી રાવ હોય છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply