નીતિમત્તા નાં ધોરણ છે તો છે.
ઉંચો આ કોલર છે તો છે.
સાધન નહીં સાધ્યની જ કરી સાધના,
સંઘર્ષ માટે લીલાં તોરણ છે તો છે.
ભલે હારું જીવનનું મહાભારત,
સત્ય પ્રત્યે સોફ્ટ કોર્નર છે તો છે.
ઓગળવું પડે ભલે થવાં કેટાલિસ્ટ,
જાત વ્હિસ્ટલ બ્લોઅર છે તો છે.
ભગવાને રચ્યો દેવ-દાનવની વચ્ચે,
માનવ એટલે મિડીઓકર છે તો છે.
છું અયાચક હું સામાં ધરીશ તાંદુલ,
ખુમારી માંહ્યલાની ઓવનર છે તો છે.
તમે કહી શકો જિદ્ આ પ્રણ ને,
ભીષ્મ પ્રકૃતિ સ્ટબર્નર છે તો છે.
દેવદુર્લભ સ્થિતપ્રજ્ઞતાનું છે વરદાન,
પ્રેમ,કરુણાનું કન્ડિશનર છે તો છે.
કાન્હો તારો તને મુબારક રાધા,
વંશ મારો મીરાનો વૈરાગણ છે તો છે.
– મિત્તલ ખેતાણી
( કાવ્ય સંગ્રહ ‘છે તો છે’ માં થી )
Leave a Reply