દર્દનો પણ ઈલાજ થઈ જાયે,
જો મુલાકાત આજ થઈ જાયે.
નામ નફરતનુ કો’ ન ઉચ્ચારે,
એવું દુનિયાનુ રાજ થઈ જાયે.
કાગડાની જમાત આવે છે,
કોકિલા શો અવાજ થઈ જાયે.
ઈશ્કને ‘નાસમજ’ નશો સમ્જ્યા,
બેગરજ આ સમાજ થઈ જાયે.
સ્મિત છલકે બસ એજ કારણ છે,
મારી સાચી નમાજ થઇ જાયે.
સ્વાર્થ, ઇર્ષા, દગાનુ નામ ન હો,
શ્હેરમાં આ રિવાજ થઈ જાયે.
હું ધરૂં છું ગઝલનું તાજ તને,
જે મહોબ્બતનુ કાજ થઇ જાયે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply